માઈક્રો વેવ ઓવન કેવી રીતે કામ કરે છે?

microwave

પ્રકાશ અને રેડિયો તરંગો ની જેમ માઈક્રોવેવ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણ(radiation) નું એક સ્વરૂપ છે.માઈક્રોવેવ મુખ્યત્વે ટેલીકોમ્યુંનીકેશન , રડાર અને ટેલીવિજન ના સિગ્નલો ટ્રાન્સમીટ કરવા માટે વપરાય છે .
એક વખત ડૉ.પર્સી સ્પેન્સર , રેથીયોન કોર્પોરેશન ના એન્જીન્યર સાથે માઈક્રોવેવ પાસે કામ કરી રહ્યા હતા ત્યાં જ તેમના ખિસ્સા માં મુકેલી ચોકલેટ ઓંગળવા માંડી ત્યારે ખબર પડી કે માઈક્રોવેવ ખોરાક પણ ગરમ કરી શકે છે.

ખોરાક રાંધવા માટે વપરાતા ઓવન ૨.૪૫ ગીગાહર્ટઝ આવર્તન (frequency) ધરાવે છે .

હવે તેના રસપ્રદ ગુણધર્મો જોઈએ : પાણી,ચરબી અને ખાંડ માઈક્રોવેવ નું શોષણ કરી જલ્દી ગરમ થાય છે.

માઈક્રોવેવ માં ખોરાક ગરમ થાય છે પણ તેનું વાસણ કેમ નહી ?

મોટા ભાગ ના કાચ અને પ્લાસ્ટિક માઈક્રોવેવ ને પોતાના માંથી પસાર થવા દે છે તેનું શોષણ કરતા નથી તેથી તે ગરમ થતા નથી અને ખોરાક તેનું શોષણ કરીને ગરમ થાય છે.

આમ આપને વાશણ ને ગરમ કર્યા સિવાય ખોરાક ગરમ કરી શકીએ છે,ધારોકે તમારે બટાકા બાફવા મુકવા છે જો ગેસ સ્ટોવ પર મુકશો તો વાશણ માં પાણી ભરી ને મુકવું પડશે …જેમાં પહેલા વાશણ ગરમ થશે ત્યારબાદ પાણી વરાળ બનશે અને એ બટાકા ને બાફસે. જેમાં ઉર્જા વેડફાય છે

જયારે ઓવન માં :
દરેક ખોરાક માં પાણી સંગ્રહાયેલું હોય છે.ઓવન માં બટાકા મુકતી વખતે એક બાઉલ માં મુકવા માં આવે છે જેમાં થી માઈક્રોવેવ પસાર થઈને બટાકા ને બાફે છે . જેમાં બાઉલ કે આસપાસ નું વાતાવરણ / હવા ગરમ થતી નથી . આમ ઓવન માં ઉર્જાની બચત થાય છે.

જયારે આપણે ગેસ સ્ટોવ પર ખોરાક રાંધીએ છે ત્યારે વધુ ગરમી ને કારણે ખોરાક માના પોષક તત્વો નાશ પામે છે જયારે ઓવન માં યોગ્ય અને ટુકા ગાળા ની ગરમી ના કરણે ખોરાક આરોગ્યવર્ધક બને છે…અને સ્વાદીષ્ટ બને છે.

ઓવન ના મુખ્ય ભાગો :
ઓવન માં મેગ્નેટ્રોન નામક ભાગ હોય છે જે માઈક્રોવેવ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે . આ ભાગ ને કાર્ય કરવા માટે ઉર્જા ઈલેક્ટ્રોનિક સર્કીટ દ્વારા મળે છે .
તદુપરાંત ઓવન માં ટાઈમર ની સુવિધા હોય છે જેના દ્વારા આપ માઈક્રોવેવ દ્વારા ઉત્પન્ન થતી ગરમી ખોરાક ના પ્રકાર પ્રમાણે કન્ટ્રોલ કરી શકો છો .
ઓવન ના અંદર ના ભાગ માં એક ફરતું ટેબલ હોય છે જેના ઉપર ખોરાક મુકવા માં આવે છે .
આ ટેબલ ઉપર માઈક્રોવેવ કિરણો પડતા ખોરાક રંધાય છે , અને આપને સ્વાદિષ્ટ પકવાનો માની શકીએ છીએ !!!!


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements