3D ઈફેક્ટ કેવી રીતે કામ કરે છે?

3d_effect

આપ કોઈ દિવસ ૩D ફિલ્મ જોવા ગયા છો??? ૯૯% જવાબ હા માં જ હશે…બરાબર ને !!!!
અરે હવે તો ૩D ટી.વી પણ આવી ગયા છે….. તો ચાલો આજે જાણીએ ૩D ઈફેક્ટ વિશે….

૩D ઈફેક્ટ કેવી રીતે ઉદભવે છે?????
આપણી આંખો બે અલગ-અલગ ખુણાઓ(એંગલ) ઉપર જુએ છે. ત્યારબાદ મગજ બંને આંખો દ્વારા લેવાયેલા ચિત્રો નું મિશ્રણ કરે છે. જેથી આપને આપની આસપાસ આવેલી વસ્તુઓનું અંતર અને ઊંડાઈ સમજી શકીએ છે. આમ મગજ આપના માટે ૩D ઈફેક્ટ ઉભી કરે છે. આજ ક્રિયા એક આંખે કરવાનો પ્રયત્ન કરી જુઓ જેનાથી તમારી વસ્તુ નું અંતર અને ઊંડાઈ સમજવાની ચોકસાઈ ઘટશે.

બંને આંખોએ લીધેલા ચિત્રો દ્વારા મગજમાં ઉદ્ભવતી દ્રષ્ટિને બાયનોકયુલર વિઝન અથવા સ્ટીરીઓ વિઝન કહે છે.

૩D ફિલ્મ:-

The_National_Archives_UK_-_WORK_25-208

અરે પેલા ચશ્માં યાદ છે તમને?????

જયારે તમે ૩D ફિલ્મ જોવા જાવ વ્હ્હો ત્યારે તમે પેલા લાલ અને ભૂરા કાંચ વાળા ચશ્માં પહેરો છો ને !!!! હા…. હું એની જ વાત કરું છું. એ ચશ્માં આપની આંખ જેવું જ કામ કરે છે.

આ ચશ્માં દ્વારા તમારી આંખ માં બે અલગ-અલગ ચિત્રો પ્રવેશે છે.હકીકત માં સ્ક્રીન ઉપર બે ચિત્રો દર્શાવવા માં આવે છે. એક લાલ રંગમાં અને એક ભૂરા રંગમાં…… હવે ચશ્માં ના કારણે એક ચિત્ર તમારી એક આંખમાં અને બીજું ચિત્ર તમારી બીજી આંખમાં પ્રવેશે છે. મગજ દ્વારા આ ચિત્રોનું મિશ્રણ કરી ૩D ઈફેક્ટ ઉપજાવવામાં આવે છે.

જેથી તમને લાગશે કે પેલો ડાઈનાસોર સ્ક્રીનની બહાર આવીને આપણને ખાઈતો નહિ જાયને!!!

થિયેટરમાં ૩D ફિલ્મ બતાવવા માટે વારાફરતી બે અલગ-અલગ પ્રોજેક્ટર દ્વારા ફિલ્મ દર્શાવવામાં આવે છે. જેથી આપને પહેરેલા ચશ્માં ના કારણે ચિત્રોનો એક સમૂહ જમણી આંખમાં અને અન્ય સમૂહ ડાબી આંખમાં પ્રવેશે છે. જેનું આપના મગજ મિશ્રણ થઈ વસ્તુઓ નું અંતર અને ઊંડાઈ સમજી શકાય તેવી પરિસ્થિતિ ઉદભવે છે. અને આપને ૩D ફિલ્મ એક અનોખા અનુભવ સાથે જોઈ શકીએ છીએ.

stereoDiagram

આટલું જ નહીં તમે પોતે પણ ૩D ફોટોગ્રાફ બનાવીં શકો છો અને એ પણ તમારા જ કેમેરા થી

સૌપ્રથમ કોઈ એક સ્થિર વસ્તુનો તમારા કેમેરા થી કોઈ એક એંગલ ઉપર ફોટો લો ,ત્યારબાદ એજ દિશા માં થોડા આગળ વધીને  (horizontally about 2½” (65mm)) અન્ય એક ફોટો લો , હવે આ ફોટોગ્રાફ્સ ને ડેવલોપ કરી બન્ને ફોટોગ્રાફ્સ ને ફોટોશોપ સોફ્ટવેર માં આલગ – અલગ લેયર માં મૂકી અનુક્રમે લાલ અને ભૂરો રંગ આપો….અને હવે તેમને મિક્ષ કરો…અંતે લાલ અને ભૂરા કાચ વાળા ચશ્માં થી જુઓ!!!



આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements