સાહસ અને માનવશક્તિનો બોધપાઠ આપતું મંગળયાન

મંગળની યાત્રા શરૂ થઈ ગઈ છે પણ આપણે તેના મંગળ હવે ગીત ગાઈએ. બરાબર ૪૦૦ વર્ષ પહેલાં મહાન ફિલોસોફર અને રાજકારણી સર ફ્રાંસીસ બેન્કને આ સૂત્ર વહેતું મૂકેલું, બહુ જ પ્રચલિત સૂત્ર છે. પણ ખરેખર આપણે હવે છીછરી વાતોથી અને માત્ર ઈન્ટરનેટના ડબલા પાસે બેસીને મેળવવાની શેખી કરીએ છીએ. આપણા ભારતના અવકાશ વિજ્ઞાનીઓ એ અમેરિકનોને અને રશિયનોને પણ ઈષ્ર્યા આવે તેવું સાહસ કરીને મંગળ ઉપર નામનું અવકાશયાન (માનવરહિત) ૭.૩ કરોડ ડોલર એટલે કે રૂ. ૪૮૧ કરોડને ખર્ચે ૫મી નવેમ્બરે મોકલ્યું છે. કેટલાય દોઢડાાા વિદ્વાનો કહી રાા છે કે આ ગરીબ દેશે આવો અવકાશ યાત્રાનો ફીઝુલ ખર્ચ શું કામ કરવો જોઈએ? જો આવા હરામનાં હાડકાંવાળા લોકોનું જ ચાલતું હોત તો ભારતે અણુબોમ્બ પણ ન બનાવ્યો હોત કે કમ્પ્યૂટર પણ વિકસાવ્યાં ન હોત. સાચું? બ્રિટનના મહાન સાહિત્યકાર સેમ્યુઅલ જોનસને નામની નવલકથા લખેલી. તેના હીરોને કહેવામાં આવેલું કે કોઈએ નહીં ખેડેલી ધરતી ખેડજે. વ્યવહારું દુનિયા તને રોકે તો રોકાતો નહીં. કારણ કે નામની નવલકથા લખેલી. તેના હીરોને કહેવામાં આવેલું કે કોઈએ નહીં ખેડેલી ધરતી ખેડજે. વ્યવહારું દુનિયા તને રોકે તો રોકાતો નહીં. કારણ કે ચંદ્રયાત્રામાં અમેરિકાને પછાડી દેવા આ માણસે બીડું ઝડપેલું. તેની આત્મકથાય વાંચવી પડે. આપણે આ મંગળયાત્રાને જયોતિષની ¼ષ્ટિએ ને એક ગ્રહ તરીકે માનીને અને આ મંગળયાનની યાત્રા સાથે ધાર્મિક શ્રદ્ધા કેટલી જોડાયેલી છે તે પણ જોઈએ.

(૧) મંગળના ગ્રહને માત્ર ભારતીઓ જ નહીં પણ પુરાણા ગ્રાસવાસીઓ એક ડરવા જેવા દેવતા ગણતા હતા. મંગળ એ યુદ્ધનો દેવતા હતો, સાથે તે ખેતીવાડીનો દેવતા હતો. તેનો સિમ્બોલ તલવાર અને હળ હતા. તેનું એક બળ તે શસ્ત્રનું હતું- તે બાવડાંનું બળ હતું. જે બાવડાંનું બળ ખેતીમાંથી કામ કરે છે. તો મંગળનો ગ્રહ મને-તમને શીખવે છે કે બાવડાંનું બળ-શરીરનું બળ તેજસ્વી રાખો. તંદુરસ્તી બડકમદાર રાખો.

(૨) એસ્ટ્રોલોજી એટલે કે જયોતિષશાસ્ત્રીઓ કહે છે કે માનવીની વિરિલિટી-વીર્યધાનપણું અને પર્સનલ પાવરનો ગ્રહ મંગળ છે. તમારી જન્મકુંડળી તૈયાર થઈ હોય તો જોવરાવજો કે તમારો મંગળનો ગ્રહ કેટલો પાવરફૂલ છે. (૩) મંગળયાનને અવકાશમાં મોકલતાં પહેલાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સંસ્થાના ચેરમેન કે. રાધાકષ્ણન અને બીજા સહયોગીઓ તિરુપતિનાં વેંકટેશ્વરનાં મંદિરમાં જઈને તેની પૂજા કરી આવ્યા હતા. આ વિજ્ઞાનીઓ રોકેટ અને મંગળનાં અવકાશયાનની નાનકડી પ્રતિકતિ લઈ ગયા હતા અને ત્યાં ભગવાનને ધરીને પૂજા કરી હતી. પત્રકારોને ડો. કે. રાધાકષ્ણને કાું કે મંગળયાન છેક ૨૪-૯-૨૦૧૪ના રોજ મંગળની ભૂમિ પર પહોંચશે અને મંગળનો ગ્રહ શું શું વસાવે છે? ત્યાં માનવ વસી શકે છે કે નહીં? વનસ્પતિ છે કે નહીં? વગેરે ચકાસશે. યોગાનુયોગ આ અવકાશ મિશનને મંગળયાન નામ આપ્યું છે અને તેણે મંગળવારે જ પ્રયાણ કર્યું છે! ડો. રાધાકષ્ણને શંકાળું પત્રકારોને કાું કે આપણે બીજા બીજા દેશોમાં યુરોપિયન યુનિયન અને જાપાનની હરોળમાં મુકાઈ ગયા છીએ. મંગળના ગ્રહની જય હો.

(૪) આપણી શ્રદ્ધા એટલી હદે છે કે ઈસરોના પૂર્વ વડા અને પ્લાનિંગ કમિશનના સભ્ય ડો. કે. કસ્તુરીરંજને પણ તિરુપતિની પૂજા કરી હતી. એટલું જ નહીં મંદિરના હાથીઓના તબેલામાં જઈને ત્યાં ગાયો અને હાથીની પણ ભગવાનનાં વાહન તરીકે પૂજા કરેલી.

(૫) હાલના ઈસરોના મંગળયાત્રાના વડા જી. રાધાકષ્ણને તો તેના વતનના ગામ સુલુરપેટ ખાતે પરમેશ્વરી દેવીના મંદિરે મંગળયાનની પ્રતિકતિ રજૂ કરીને ત્યાં પૂજા કરી હતી. ભગવાનના આશિષ એટલા માટે જરૂરી હતા કે મંગળના ગ્રહની યાત્રાએ ઉપડેલા ૪૦ મિશનમાંથી ૨૩ મિશન ફેઈલ ગયેલાં. હવે ૩૦૦ દિવસની આ મંગળયાત્રાની મુસાફરી જે ૪૮.૫ કરોડ માઈલની થશે તેની સફળતા માટે આપણેય પ્રાર્થના કરીએ.

(૬) ભારતના જ ટેકનિશિયનો અને અવકાશ વિજ્ઞાનીએ ભેગા મળીને સૂર્યશકિતથી ચાલતાં ઓજારો મંગળયાનમાં મૂકયાં છે, તે મંગળ ઉપરનાં હવામાનની પદ્ધતિને ચકાસશે અને ત્યાં જો પાણી હોય તો પેદા કેમ થયું તે ચકાસશે.(૭) મંગળયાનમાં એવી યંત્રણા છે કે મિથેન નામનો રાસાયણિક ગેસ છે કે નહીં તે ચકાસશે. તમને યાદ હશે કે ૨૦૦૮-૨૦૦૯માં ચંદ્રયાને ચંદ્ર પર જઈને ચંદ્ર ઉપર પાણીનું અસ્તિત્વ શોધી કાઢયું હતું. હજી આ યાત્રા વિશે ઘણું લખવાનું બાકી છે, પણ ૨૪-૯-૨૦૧૪ના ત્યાં પહોંચીને જે ડેટા મોકલે તેને સૌરાષ્ટ્રની ભાષામાં કહેશું કે મંગળયાન નામના-મામા મંગળમાં જઈ આવ્યા, ત્યાંથી શું શું લાવ્યા તે ખબર પડશે.

સાહસ અને માનવશકિતનો બોધપાઠ આપતું મંગળયાન

વિરાટ આકાશ સાથે બાથ ભીડી મંગળયાન થકી ભારત અમેરિકા, રશિયાની હરોળમાં આવી ગયું છે

[દિવ્યભાસ્કર પરથી સાભાર]


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements