પ્રો. શિશિર કુમાર મિત્રા

ભારતની આજની પ્રગતિમાં પ્રો. શિશિર કુમાર મિત્રા જેવા અજાણ્યા સપૂતોનો જબ્બર ફાળો છે. આવો, એમના પ્રદાનને યાદ કરીએ…

ભારતના બે સપૂતો ડો. હોમી ભાભા અને ડો. વિક્રમ સારાભાઈની દીઘર્¼ષ્ટિથી રોકેટના ઉપયોગથી ઉપરના વાતાવરણના અભ્યાસ કરવાનાં મંડાણ થયાં. રોકેટ ોપણ માટે કેરળના ત્રિવેન્દ્રમ્ નજીક થુમ્બા નામના માછીમારોના ગામ પર કળશ ઢોળાયો. પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત નજીકનું નાળિયેરીનાં વૃ ાોથી આરછાદિત આ સ્થળ તેની ભૌગોલિક સ્થિતિને લીધે રોકેટ ોપણ માટે આદર્શ સ્થળ છે. આજે આ વાતને અડધી સદી વીતી ગઇ. ૨૧ નવેમ્બર, ૧૯૬૩ના દિવસે આ સ્થળ પરથી વિજ્ઞાનપ્રયોગો માટે ભારતે સૌપ્રથમ વખત રોકેટનું ોપણ કર્યું. આજે આ પ્રસંગને પચાસ વર્ષ પૂરાં થાય છે. અમદાવાદની પીઆરએલના પારણામાં ઝૂલેલી સંસ્થા આજે ઈસરોના નામે ઓળખાય છે, જેનું નામ દરેક ભારતીયનું મસ્તક ઉન્નત કરે છે. વાતાવરણના અભ્યાસ માટે આરંભાયેલા અભિયાન સાથે દૂરસંવેદન, દૂરસંચાર, ગ્રહીય સંશોધન જેવા આયામો જોડાઈ ગયા અને વિકસિત દેશોની આ પ્રકારની સંસ્થાઓ સાથે એ બરોબરી શરૂ કરી. આ આખાય મહાકાવ્યના મૂળમાં છે પૃથ્વીના ઉપરના વાતાવરણનો તલસ્પશીર્ અભ્યાસ. ઉપલા વાતાવરણ એટલે કે આયનોસ્ફિયરના અભ્યાસ માટે વિજ્ઞાની શિશિર કુમાર મિત્રા (એસ. કે. મિત્રા)ને ખૂબ જ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. ભારતના રોકેટ યુગના મંડાણની સુવર્ણજયંતી પ્રસંગે આયનોસ્ફિયરના અભ્યાસુ એસ. કે. મિત્રાને યાદ કરીએ.

વર્ષ ૧૯૨૬માં કલકત્તા ખાતે રેડિયો પ્રસારણ કેન્દ્રની સ્થાપના થઇ. ત્યારે આ રેડિયો સ્ટેશનના સ્થાપક ભૌતિકશાસ્ત્રના છત્રીસ વર્ષના યુવાન પ્રાઘ્યાપક શિશિર કુમાર મિત્રાની લોકોએ સહર્ષ નોંધ લીધી. એ સમયે રેડિયો પ્રસારણ નવું નવું હતું. પૃથ્વીની સપાટીથી સાઠ કિ.મી. ઉપરથી લઇને હજારો કિ.મી. સુધી વિસ્તરેલા સ્તરને આયનમંડળ (આયનોસ્ફિયર) કહેવાય છે. રેડિયોતરંગોનું પ્રસારણ આયનમંડળને આભારી છે. ડો. મિત્રાએ પ્રયોગો દ્વારા આયનમંડળના વિવિધ સ્તરોના ખાસ કરીને ઇ-સ્તરના-અસ્તિત્વને અનુમોદન આપ્યું. સ્વદેશી સંસાધનો વાપરીને અને સ્વદેશી રચનાથી વિવિધ સાધનો બનાવ્યાં જેની મદદથી આયનમંડળના જુદા જુદા સ્તરની ઊચાઇ માપી શકાય અને ઉષ્ણકટિબંધ પ્રદેશમાં આયનમંડળની સ્થિતિ અંંગે પ્રથમ વખત સ્પષ્ટ ચિત્ર પ્રાપ્ત થયું. તેમના પ્રયોગોથી વાવાઝોડાં, ચુંબકીય તોફાન, ઉલ્કાવર્ષા જેવી ઘટનાઓથી આયનમંડળ પર થતી અસર જાણી શકાઇ. આ રીતે રેડિયો કમ્યુનિકેશનના નિષ્ણાતનું વાતાવરણના અભ્યાસમાં મહત્ત્વનું યોગદાન રાું. જેની દુનિયાભરમાં નોંધ લેવાઈ. વર્ષ ૧૯૫૦માં ડો. મિત્રાએ કલકત્તા પાસે આયનમંડળના અભ્યાસ અર્થે ફિલ્ડ સ્ટેશન સ્થાપ્યું. ભારતનું આ પ્રથમ ફિલ્ડ સ્ટેશન હતું, જે વર્ષ ૧૯૫૫થી ચોવીસ કલાક કામ કરતું સ્ટેશન બની ગયું.

પ્રો. મિત્રાના પ્રયત્નથી કલકત્તા યુનિવસિર્ટીએ અનુસ્નાતક ક ાાએ પ્રસારણ અંંગેનો અભ્યાસક્રમ શરૂ કર્યોઅને ભારતમાં શીખવવાનો આરંભ થયો. ડો. મિત્રાની આગેવાનીમાં ભારતનું સૌપ્રથમ રેડિયો ફિઝિકસનું સંશોધન અને અભ્યાસ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું. તેની સુવ્યવસ્થાને લીધે આ કેન્દ્રે ભારતને આંતરરાષ્ટ્રીય નામના અપાવી.

પ્રો. મિત્રા માત્ર સંશોધન કેન્દ્રમાં જ રરયાપરયા રહેતા હતા તેવું ન હતું. તેઓ આ ોત્રમાં ઉધોગો સ્થપાય તે માટે પણ પ્રયત્નશીલ હતા. તેમણે આપણા દેશમાં માઈક્રોફોન, લાઉડસ્પીકર અને રેડિયો વાલ્વનું ઉત્પાદન શરૂ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું. ટેકનોલોજી ોત્રે સ્વાવલંબન તેમને હૈયે હતું. સમગ્ર દેશમાં રેડિયો સ્ટેશનની (આકાશવાણી કેન્દ્ર) સ્થાપનામાં તેમને ખૂબ રસ હતો. આ ઈરછાને મૂર્તિમંત કરવા તેમણે ૧૯૨૬માં રેડિયો પ્રસારણ કેન્દ્ર તો શરૂ કર્યું જ, ઉપરાંત ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના કરી અને પ્રસારણ કેન્દ્રો શરૂ કરાયાં, જેથી પૂર્વ ભારતને રેડિયો પ્રસારણથી આવરી લેવાયું.

વિધાથીર્ઓ માટે તેઓ મહાન પ્રેરણાસ્રોત હતા. તેઓ કહેતા કે શોધમાં સફળતા મેળવવા માટે રાતદિવસ ચોટલી બાંધીને સતત પ્રયત્ન કરતા રહેવો પડે છે. તેઓ જડતાનો વિરોધ કરતા હતા. તેઓ માનતા કે કોઈ પણ સંશોધન કાર્યને જડ વ્યાખ્યામાં ન બાંધવું જોઇએ. તેમના વિધાથીર્ઓ તેમની સાનુકૂળ વિચારસરણીને લીધે સોળે કળાએ ખીલી ઊઠતા હતા. જયારે હમસમય મહાન વિજ્ઞાનીઓ જેવા કે સી. વી. રમણ, મેઘનાદ સહા, જગદીશચંદ્ર બોઝ, આશુતોષ મુકરજી, મેરી કયુરીના સાંનિઘ્યને લીધે પ્રો. શિશિર કુમાર મિત્રાનું શોધકાર્ય અને અભ્યાસવિજ્ઞાનવિશ્વ માટે અમૂલ્ય બની ગયું.

અનેક સન્માનોથી નવાજાયેલા પદ્મભૂષણ ડો. મિત્રાએ તેમના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ની ત્રીજી આવૃત્તિ અંંગે કામ શરૂ કર્યું, પણ અફસોસ… તેઓ એ કામ પૂરું ન કરી શકયા અને ૧૩ ઓગસ્ટ, ૧૯૬૩ના દિવસે તેમણે હંમેશને માટે આંખ મીંચી દીધી. તેમની વિદાયના થોડા જ મહિનામાં રોકેટના માઘ્યમથી વાતાવરણના અભ્યાસનાં મંડાણ થયાં, પણ આ વખતે ઉદ્દેશ હતો વાતાવરણના ફેરફારને લીધે આબોહવા પર થતી અસરનો અભ્યાસ કરવાનો. ની ત્રીજી આવૃત્તિ અંંગે કામ શરૂ કર્યું, પણ અફસોસ… તેઓ એ કામ પૂરું ન કરી શકયા અને ૧૩ ઓગસ્ટ, ૧૯૬૩ના દિવસે તેમણે હંમેશને માટે આંખ મીંચી દીધી. તેમની વિદાયના થોડા જ મહિનામાં રોકેટના માઘ્યમથી વાતાવરણના અભ્યાસનાં મંડાણ થયાં, પણ આ વખતે ઉદ્દેશ હતો વાતાવરણના ફેરફારને લીધે આબોહવા પર થતી અસરનો અભ્યાસ કરવાનો.

અનુસંધાન : એ વ્યકિત સાચો શિક્ષક બની શકે જે પોતાના વિષયમાં કંઇક નવું આપી શકે.’ – પ્રો. એસ. કે. મિત્રા


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements