ડ્રીમ પ્રોજેક્ટ

વાચક મિત્રો બધા ને જય શ્રી કૃષ્ણ ,

શિક્ષણ એ આપણા જીવન નું અનિવાર્ય પાસું છે. આ શિક્ષણ ને વધુ અસરકારક અને આનંદ દાયક બનાવવા માટે હું પ્રયાસ કરી રહ્યો છું.

જો દરેક પાઠ ને વિડીયો , ક્વીઝ , ગેમ , પ્રોજેક્ટ , કોમિક બુક , મુવી , સોન્ગ્સ , મેપ્સ વગેરે દ્વારા ભણવા માં આવે તો ?? મને તો ખુબ મજા પડે , મને વિશ્વાસ છે કે દરેક બાળક ને આવું શિક્ષણ ગમશે. પણ હવે દરેક વિષય અને દરેક પાઠ ને લગતા વિડીયો , સોન્ગ્સ , ગેમ એવું બધું શોધી અને ગોઠવવું કઈ રીતે ??

દરેક વિષય ને લાગતું શૈક્ષણિક સાહિત્ય ઈંટરનેટ ઉપર ઉપલબ્ધ છે , જેમકે યુટ્યુબ ઉપર દરેક વિષય અને ટોપિક ને લગતા વિડીયો મળી રહે છે , તેવી જ રોતે વીકીપીડીયા ઉપરથી પાઠ માં આવતા અહ્ત્વ ના વ્યક્તિઓ અને જગ્યાઓ વિષે ની માહિતી મેળવી શકીએ છે…અને ઈ વિદ્યાલય અને પ્રયોગ ઘર જેવા ઘણા બધા ગુજરાતી બ્લોગ તો છે જ…. તો હવે આપણે એક જ કામ કરવાનું છે, આ બધા જ સાહિત્ય ને કેટેગરી પ્રમાણે દરેક ધોરણ -વિષય અને પાઠ પ્રમાણે વિભાજીત કરવાના છે. ત્યારબાદ હું એ સાહિત્ય ને ડાઉનલોડ કરી તેને વિવિધ શાળાઓ ના કોમ્પુટર માં ઇન્સ્ટોલ કરીશ , જેથી બાળકો એક એડવાન્સડ પર્સનલાઈઝ લર્નિંગ સીસ્ટમ નો ભાગ બની શકે…

ધારોકે આજે શિક્ષકે ચુંબક નો પાઠ ચલાવ્યો , પછી બાળક કોમ્પુટર તે પથ ને લાગતો વિડીયો જોશે , ચુંબક ના રમકડા બનાવતા શીખશે , ચુંબક ને લગતી ગેમ રમશે , મેગ્લેવ ટ્રેન કેવી હશે તેનો વિડીયો જોશે …..અને પોતે ચુંબકમય થઇ જશે….

આ પ્રક્રિયા ને સામાન્ય ભાષા માં લેસન પ્લાન કહેવાય – આપણે થોડું હટકે નામ ‘લર્ન મેપ’ આપ્યું છે , આ મેપ માં એક ચેપ્ટર ને ભણવાના અને ભણવા ના ઘણા બધા રસ્તા આપ્યા હશે જેને જે પસંદ પડે એ રસ્તે ચાલે અને સફળતા તમારા કદમો માં….

અહિયાં ક્લિક કરો અને વધુ માહિતી મેળવો  Learnapt inroduction

આ રહ્યો સેમ્પલ લેશન પ્લાન

શું તમે આ પ્રોજેક્ટ માં મદદ કરવા માગો છો ?? જો હા હોય તો શું કરવાનું ?

અહિયાં જુઓ

ઉદાહરણ:

Capture

આવી જ રીતે દરેક કેટેગરી માં લીંક નું લીસ્ટ ધરાવતો એક ડોક્યુમેન્ટ ત્યાર કરવાનો છે. ઘણી બધી કેટેગરી છે પણ હાલમાં આપણે ફક્ત વિડીયો થી શરુઆત કરીએ તો પણ ઘણું છે.

બોલો છો ત્યાર ???? તો આગળ વધીએ….. 

 

 

 

Advertisements

One thought on “ડ્રીમ પ્રોજેક્ટ

  1. પિંગબેક: ડ્રીમ પ્રોજેક્ટ | mihirISM

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s